sample sample sample
resources

Govt. Schemes

શૈક્ષણિક અભ્યાસ યોજના લોન

  • રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસી, બીએ વિગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

વિદેશ અભ્યાસ લોન

  • ધોરણ-૧૨ પછી ફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

ભોજન બીલ સહાય

  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતકકક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય( DBT દ્વારા સીધી સહાય )મળવાપાત્ર થશે.

કોચીંગ સહાય / ટયુશન સહાય

  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧, ૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય( DBT દ્વારા સીધી સહાય )આપવામાં આવશે

જી (JEE), ગુજકેટ (GUJCET), નીટ (NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય

  • બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ(GUJCET), નીટ(NEET), ની તૈયારીના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બંન્ને પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય( DBT દ્વારા સીધી સહાય )આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને ( DBT દ્વારા સીધી સહાય ) તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બંન્ને માંથી જેઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.

સ્વ-રોજગારલક્ષી યોજનાઓ

  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતિ ઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ
  • વ્યવસાય જેવા કે કરીયાણા દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઇપણ સ્વ-રોજગારલક્ષી વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બંન્ને પૈકી જે ઓછુ હોય તે લોન પેટે આપવામાં આવશે

સ્નાતક તબીબી, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય

  • તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક, લેબોરેટરી, રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની લોન યોજના

  • કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે તાલીમાર્થીઓને કુલ રૂ.૨૫.૦૦ લાખની લોન અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બંન્ને માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર.
sample